રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 (Raman Kant Munjal Scholarship 2023) ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ નો વિકાસ કરવા માટે અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને આગળ લાવવા માટે ઘણીબધી સહાય આપવામાં આવે છે.જેમાં શિક્ષણ લાગતી ઘણી બધી શિષ્યવૃત્તિ યોજનાઓ અમલ મા મૂકવામાં આવેલ છે.જેમાં થી તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકે છે અને તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
Raman Kant Munjal Scholarship 2023 | રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 વિગત
યોજના નું નામ | રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 24 |
સહાય | 40 હજાર થી 5 લાખ રૂપિયા સુધી |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ગરીબ અને નબળા તેજસ્વી વિદ્યાર્થીઓ ને શિક્ષણ મા આર્થિક મદદ માટે |
લાભાર્થી | વિદ્યાર્થી કોઈપણ ફાઇનાન્સ કોલેજ નાં અભ્યાસક્રમ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | Buddy4Study.Com |
તેજસ્વી વિદ્યાર્થીઓ ને શિક્ષણ મા મદદ મળી રહે તે હેતુ થી રમણકાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 એ હીરો ફિનકોર્પ દ્વારા સમર્થિત રમણકાંત મુંજાલ ફાઉન્ડેશન દ્વારા આ સ્કોલરશીપ યોજના નો અમલ કરવામાં આવેલ છે.આજ ની આ પોસ્ટ મા આપડે આ શિષ્યવૃત્તિ માટે અરજી કેમ કરવી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને અરજી ની છેલ્લી તારીખ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 પાત્રતા (eligibility)
- વિદ્યાર્થી ભારત દેશ નાં વતની હોવા જોઈએ.
- વિદ્યાર્થી ફાઇનાન્સ નાં કોઈપણ અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
- વિદ્યાર્થી કોલેજ નાં પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતા હોવા જોઈએ.
- વિદ્યાર્થી ને ધોરણ 10 અને 12 માં 80% કરતા વધુ ટકાવારી હોવી જોઈએ.
- વિદ્યાર્થી BBA, BFIA, B.Com. (H, E), Bachelor of Management Studies (BMS), Integrated Program in Management (IPM), B.A. (Economics), Bachelors in Business Studies (BBS), Bachelors in Banking and Insurance (BBI), Bachelors in Accounting and Finance (BAF) and B.Sc. (Statistics) જેવા અભ્યાસક્રમો માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
Raman Kant Munjal Scholarship Requested Documents (જરૂરી દસ્તાવેજ)
- વિદ્યાર્થી નું આધારકાર્ડ.
- વિદ્યાર્થી નું રહેણાંક નો પુરાવો.
- વિદ્યાર્થી ની ધોરણ 10 અને 12 ની માર્કશીટ.
- વિદ્યાર્થી જે કોલેજ માં એડમિશન મેળવેલ હોઈ તે કોલેજ ફી ની રસીદ.
- વિદ્યાર્થી એ કોલેજ નું એડમીશન નું આધાર.
- વિદ્યાર્થી નાં વાલી નું આધારકાર્ડ.
- વિદ્યાર્થી નાં વાલી નું પાનકાર્ડ.
- વિદ્યાર્થી નાં વાલી નું આવાક અંગે નો દાખલો.
- વિદ્યાર્થી નાં વાલી નું બેંક ખાતા ની પાસબુક.
- વિદ્યાર્થી નો મોબાઈલ નંબર.
- વિદ્યાર્થી નાં 2પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? How To Apply Online For Raman Kant Munjal Scholarship 2023
- આ સ્કોલરશીપ નો લાભ મેળવવા માટે વિદ્યાર્થી એ “Buddy4Study.Com” નામની વેબસાઈટ પર જઈ ને પોતાની નોંધણી કરાવવી પડશે.
- જ્યાં હોમ પેગ ઉપર જ “View All Scholarship” મેનુ મા જવાનું રહેશે.
- જ્યાં દરેક પ્રકાર ની સ્કોલરશીપ બતાવવા માં આવશે.જેમાં તમારે “Raman Kant Munjal Scholarship” લખેલ હોઈ ત્યાં “View Scholarship” ઉપર ક્લિક કરવાનું રહેશે.
- હવે “View Scholarship” ઉપર ક્લિક કર્યા બાદ બાજુ માં “Appy Now” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં ક્લિક કર્યા બાદ “Start Application” ઓપશન ઉપર ક્લિક કરવાનું રહેશે.જ્યા ઓનલાઈન અરજી નું આખું ફોર્મ ખુલી જશે.
- હવે આ ફોર્મ મા ભરવાની દરેક વિગતો જેમ કે નામ,સરનામું,અભ્યાસ ની વિગતો ભરવાની રહેશે.
- હવે સંપૂર્ણ ઓનલાઈન અરજી ની વિગતો ભર્યા બાદ તમારા તમામ ડોક્યુમેન્ટ્સ ને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
- આ અરજી ને સબમિટ કરવાની રહેશે.હવે અરજી ફોર્મ ભર્યા બાદ વિદ્યાથીઓ નો સંપર્ક કરવામાં આવશે બાદ માં તમે આ સ્કોલરશીપ માટે પાત્ર ગણવામાં આવશે.
રમણ કાંત મુંજાલ શિષ્યવૃત્તિ 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ | 15/09/2023 |
હેલ્પ લાઈન નંબર | 011-430-92248 |
અરજી ફોર્મ | Buddy4Study.Com |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ ઉપર આવી મોટી ભરતી