OLA ના સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કુટર S1 X ના ત્રણેય મોડલની કિંમત જાણો

OLA Electric Scooter

OLA : ભારતીય બજારમાં ઓલાએ એસ વન લાઈનઅપનું વિસ્તરણ કરીને સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા એસ વન એક્સ લોન્ચ કરી દીધું છે, જે 2 kWh અને 3 kWh બેટરી પેક વિકલ્પો સાથે 3 વેરિયન્ટમાં આવશે. ઓલા એસ વન એક્સની એક્સ શૉરૂમ કિંમત 79,999 રૂપિયાથી શરૂ થાય છે. તો આવો જાણીએ ઓલાના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અને ફિચર્સ અંગે.

OLA Electric Scooter

ઓલા ઇલેક્ટ્રિકના સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરની માગ સતત વધી રહી છે. તેને ધ્યાનમાં રાખી કંપનીએ ભારતીય બજારમાં પોતાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા એસ વન એક્સ લોન્ચ કર્યું છે, જે એસ વન લાઇનઅપમાં એન્ટ્રી લેવલ સ્કૂટર છે. ઓલાએ તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને આઈસીઈ કિલર નામ આપ્યું છે અને તેના 3 વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે, જે 2 kWh અને 3 kWh બેટરી પેક વિકલ્પોમાં છે. તમે ઓલા ઇલેક્ટ્રિકના એસ વન એક્સ (2 kWh) અને એસ વન એક્સ (3 kWh) સ્કૂટરને માત્ર 999 રૂપિયામાં બૂક કરાવી શકો છો. જે લોકો 80 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની રેન્જમાં ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માગે છે. તેમને અમે આ કંપનીના સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અને ખાસિયત અંગે જણાવવા જઈ રહ્યા છીએ.

OLA ત્રણેય મોડલની કિંમત

ઓલ ઇલેક્ટ્રિકના એસ વન એક્સ 2 kWh વેરિઅન્ટની એક્સ શૉરૂમ કિંમત 79,999 રૂપિયા છે અને એસ વન એક્સ 3 kWh વેરિઅન્ટની એક્સ શૉરૂમ કિંમત 89,999 રૂપિયા છે. જો તમે એસ વન એક્સ પ્લસને તમે 99,999 રૂપિયાની ઇન્ટ્રોડક્ટ્રી પ્રાઈઝની સાથે 21 ઑગસ્ટ 2023 સુધી ખરીદી શકો છો. એસ વન એક્સ પ્લસની ડિલીવરી આવતા સપ્ટેમ્બરમાં શરૂ થશે. જ્યારે, એસ વન એક્સ 3 કિલોવોટ અને એસ વન એક્સ 3 કિલોવોટ વેરિઅન્ટની ડિલીવરી ડિસેમ્બરમાં શરૂ થશે.

ફીચર શું છે?

ઓલા ઇલેક્ટ્રિકે પોતાના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટાઇલિશ લૂક અને ફિચર્સ સાથે એસ વન એક્સ સિરીઝના સ્કૂટર્સ રજૂ કર્યા છે. એસ વન એક્સ પ્લસમાં 5.0 ઇંચની એલસીડી ડિસ્પ્લે છે. બાદમાં બંને સ્કૂટરમાં 3.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્કૂટર્સનું વજન 101 કિલોગ્રામથી 108 કિલોગ્રામ સુધી છે. અન્ય ફિચર્સમાં ટ્વીન ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન, ડ્રમ બ્રેક્સ, સીબીએસ સ્ટિલ વ્હીલ્સ, એલઇડી લાઇટ્સ, સાઇડ સ્ટેન્ડ એલર્ટ અને રિવર્સ મોડનો સમાવેશ થાય છે.

બેટરી અને રેન્જ

આપને જણાવી દઈએ કે, ઓલા ઇલેક્ટ્રિકના એસ વન એક્સ પ્લસ અને એસ વન 3 kWh મોડલમાં 3 કિલોવોટની બેટરી અને 6 kWની મોટર છે, જે સિંગલ ચાર્જ પર 151 કિલોમીટર (કંપનીનો દાવો)ની રેન્જ આપે છે. આ બંને મોડલની સ્પીડ 90 kmph છે. બીજી તરફ એસ વન એક્સ 2 kWh વેરિઅન્ટમાં 2kWh બેટરી અને 6kW મોટર છે અને તેની રેન્જ 91 કિમી સુધીની છે. જ્યારે તેની ટોપ સ્પીડ 85 kmph છે. આ સ્કૂટર્સની બેટરી ચાર્જ થવામાં 7 કલાકથી વધુ સમય લે છે.

અન્ય વાહન વિગતઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

Tata ઇલેક્ટ્રિક સાયકલ ખરીદો અને બચાવો લાખો પૈસા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top