India Post Recruitment 2023: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 132 થી વધુ જગ્યાઓ માટે નોકરીની જાહેરાત, અરજી ફોર્મ ભરો

India Post Recruitment 2023

India Post Recruitment 2023 : ઈન્ડિયા પોસ્ટમાં 132+ પોસ્ટમાં કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક અહીં છે તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ લેખ અંત સુધી વાંચો અને આ લેખ દરેકને શેર કરો જેમને નોકરીની સખત જરૂર છે.

India Post Recruitment 2023 | ભારતીય પોસ્ટ વિભાગ ભરતી વિગત

સંસ્થા નુ નામઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજીના માધ્યમઓનલાઈન
સૂચનાની તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ લિંકhttps://www.ippbonline.com/

સૂચનામાં જણાવ્યા મુજબ IPPB એ એક્ઝિક્યુટિવના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ IPPB ભરતીમાં કુલ 132 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. મિત્રો, આ ઈન્ડિયા પોસ્ટ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ અથવા સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સમાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ. વધુ માહિતી માટે કૃપા કરીને જાહેરાત વાંચો. ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આ ભરતીમાં અરજી કરી શકે છે. ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કર્યા પછી, ઉમેદવારને દર મહિને 30,000 રૂપિયાનો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા 26 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 26 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IPPB દ્વારા એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

IPPB ની આ ભરતીમાં કુલ 132 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક 30,000 રૂપિયા ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

India Post Recruitment 2023 લાયકાત:

મિત્રો, ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન ટેસ્ટ / ગ્રુપ ડિસ્કશન અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની પૂર્ણ સત્તા ઇન્ડિયા પોસ્ટ પાસે છે. ઉમેદવારની પસંદગી 1 વર્ષના કોન્ટ્રેક્ટ ઉપર કરવામાં આવશે. અને ત્યારબાદ આ કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર https://www.ippbonline.com/ પર અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

India Post Recruitment 2023 વયમર્યાદા:

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

અરજી ફી:

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 300 રૂપિયા ચૂકવવાના રહેશે.

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હમણાં જ અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ ની મુલાકાત લો.
  • હવે વેબસાઈટના તળિયે આપેલા “કારકિર્દી” વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેને પસંદ કરો અને તમારી સંપૂર્ણ વિગતો અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઈન મોડ દ્વારા ફી ચૂકવો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Indian Air Force Agniveer Recruitment 2023 : ભારતીય વાયુસેનામાં ભરતી, સારામાં સારા પગાર સાથે અન્ય ભથ્થાં

1 thought on “India Post Recruitment 2023: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 132 થી વધુ જગ્યાઓ માટે નોકરીની જાહેરાત, અરજી ફોર્મ ભરો”

  1. Pingback: Tata એ એક સાથે 4 CNG કાર્સ લોન્ચ કરી, કિંમત 6.55 લાખથી શરૂ - SGujarat

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top