ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 (Gujarat Bhagyalaxmi Bond Yojana 2023) : નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા દીકરીઓ ના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ કાર્યરત કરવામાં આવેલ છે. દીકરીઓને ફરજિયાત શિક્ષણ અપાવું. દીકરો દીકરી એક સમાન જેવા ઘણા નિયમો પણ સરકારશ્રી દ્વારા આપણા રાજ્યમાં લાગુ કરવામાં આવેલ છે. આપણા દેશના ભાવિ માટે દીકરીઓનો વિકાસ ખૂબ જ જરૂરી હોય તેના માટે સરકાર શ્રી દ્વારા ગુજરાત ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 ને લાગુ કરવામાં આવેલ છે.
આજના આ લેખમાં આપણે ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 હેઠળ ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકીએ? જેવી સંપૂર્ણ માહિતી મેળવીશું.
Gujarat Bhagyalaxmi Bond Yojana 2023 | ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના વિગત
યોજના નું નામ | ગુજરાત ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
યોજનાનો ઉદ્દેશ | દીકરીઓ માં વિકાસ,જન્મ દર અને શિક્ષણ લાવવા માટે |
મળવાપાત્ર સહાય | 25,000 રૂપિયા નાં બોન્ડ |
લાભાર્થી | શ્રમ યોગી ની દીકરીઓ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | www.bocwwb.gujarat.gov.in |
કચેરી | મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરી |
મુખ્યત્વે શ્રમ યોગી બોર્ડ દ્વારા ચલાવવા માં આવે છે.જેમાં દીકરીઓ નાં જન્મ નાં પ્રમાણ ને વધારવા માટે અને સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા માટે અમલ મા આવેલ છે. આ યોજના થી દીકરીઓનો જન્મ દર વધારવા નો સરકાર નો હેતુ છે. ઈ- નિર્માણ કાર્ડધારકો માટે ‘‘મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’’ અમલી બનાવાઇ છે, આ યોજના હેઠળ ઈ- નિર્માણ કાર્ડ ધરાવનાર જે શ્રમિકને એક દીકરી હોય તેમને ૧૮ વર્ષની મુદતનો કુલ રૂ 25,000 નો બોન્ડ ( ફિક્સ ડીપોઝીટ) સરકાર દ્વારા આપવામાં આવે છે.
ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માટે પાત્રતા (eligibility)
ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના 2023 માટે કોને મળવા પાત્ર છે? તો આપને અમે જણાવી દઈએ છીએ કે આ યોજના ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં જે શ્રમ યોગી નાં ઘરે દીકરી નો જન્મ થાય તે દીકરી આ યોજના નો લાભ લેવા મટે પાત્ર છે.
- શ્રમ યોગી નું આધારકાર્ડ.
- શ્રમ યોગી નો શ્રમ યોગી બોર્ડ ગાંધીનગર ની નોંધણી નું પ્રમાણપત્ર.
- દિકરી નું જન્મ નું પ્રમાણપત્ર.
- શ્રમ યોગી નું બેંક ખાતા પાસબુક.
- શ્રમ યોગી નો મોબાઈલ નંબર.
- અન્ય માંગવા માં આવે તે જરૂરી આધાર પુરાવા.
ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? How To Apply Online For Bhagyalaxmi Bond Yojana 2023
આ અરજી કરવા માટે અરજદાર એ તે જે જિલ્લા નાં હોઈ તે જિલ્લા નાં જિલ્લા નાયબ અથવા જિલ્લા સહાયક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની શાખા માં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરીએ નિયત નમૂના માં અરજી ફોર્મ મેળવી ને ઉપર મુજબ નાં તમામ ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરવાની રહેશે.
ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય યોજના સંપર્ક કચેરી | તમારા જિલ્લા ની મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરી ખાતે થી વધુ માહિતી મેળવી શકો છો. |
સત્તાવર વેબસાઇટ | https://bocwwb.gujarat.gov.in/ |
Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરીમાં વિવિધ જગ્યાઓ ઉપર આવી મોટી ભરતી
Pingback: ગુજરાતમાં કોઈ પણ સીસ્ટમ સક્રિય નથી છતાં પણ આ તારીખે ભુક્કા કાઢી નાખે એવો વરસાદ, અંબાલાલ પટેલની ભય